|| world coconut day ||

World Coconut Day
 

|| world coconut day ||

|| દિન વિશેષ 2nd september ||

JOIN OUR WHATSAPP GROUP

વિશ્વ નાળિયેર દિવસ

દર વર્ષે ૨ સપ્ટેમ્બરે વિશ્વ નાળિયેર દિવસ (World Coconut Day) ની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરના અસંખ્ય ફાયદાઓ વિશ્વ લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ટકાઉ નાળિયેરની ખેતી અને તેને લગતા વિવિધ ફાયદાઓને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી ઉષ્ણકટિબંધીય દેશોની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે નાળિયેરની ખેતીના મહત્ત્વને પ્રગટાવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નારિયેળની ખેતીના મહત્વ અને તેના સાંસ્કૃતિક મહત્વને પ્રકાશિત કરવાનો છે. આ દિવસનો હેતુ વિવિધ ઉદ્યોગોમાં નારિયેળના ઉપયોગ અને ફાયદા અંગે જાગૃતિ લાવવાનો છે.

વિશ્વ નાળિયેર દિવસ ઉજવવાની શરૂઆત સન ૨૦૦૯ માં Asian and Pacific Coconut Community (APCC) દ્વારા કરવામાં આવી હતી. APCC ની સ્થાપના એશિયન દેશોમાં નાળિયેરની ખેતીના વિકાસ, ઉત્પાદન, વેચાણ અને નિકાસને સમર્થન આપવા, પ્રોત્સાહન આપવા માટે સન ૧૯૬૯ માં કરવામાં આવી હતી. APCC નું મુખ્યમથક ઈન્ડોનેશિયાના જકાર્તામાં આવેલું છે. સન ૨૦૦૯ માં APCC એ દર વર્ષે ૨ સપ્ટેમ્બરે વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી કરવાની પહેલ શરુ કરી હતી. ભારત, મલેશિયા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, કેન્યા અને વિયેતનામ જેવા કેટલાંક દેશો APCC ના સભ્યો છે.

ભારતમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા પ્રદેશ નાળિયેર ઉત્પાદના મુખ્ય રાજ્ય છે. નારિયેળ વિશ્વના કેટલાક સૌથી લોકપ્રિય ફળોમાનું એક છે. ભારતમાં સદીઓથી નારિયેળનું આધ્યાત્મિક અને ઔષધિય મૂલ્ય રહેલું છે. વળી ભારતમાં નારિયેળનો ઉપયોગ દરેક શુભ પ્રસંગોમાં કરવામાં આવે છે. નારિયેળનું પાણી પણ પીવામાં આવે છે. ઇન્ડોનેશિયા, ભારત, ફિલિપાઈન્સ, બ્રાઝિલ અને શ્રીલંકા નારિયેળ નિકાસ કરતા ટોચના દેશો છે. નારિયેળનો વપરાશ આશરે ૮૦ થી વધુ દેશોમાં થાય છે. નાળિયેરનું ઉત્પાદન ભારતની આર્થિકતા માટે પણ ખૂબ જ મહત્વનું છે. નાળિયેરના ફાયદા અનેક છે.  નાળિયેરના ઉપયોગથી અનેક પ્રકારની વસ્તુઓ પણ બને છે. નાળિયેરનું વૈજ્ઞાનિક નામ કોકોસ ન્યુસિફેરા (Cocos Nucifera) છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો